કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ NCB એ કરી ધરપકડ

પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ડ્રગ્સ કેસમાં NCBએ મોડી રાતે ધરપકડ કરી લીધી છે. તેમના ઘરમાંથી 86.5 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. 

કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ NCB એ કરી ધરપકડ

મુંબઈ: પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયા ( Haarsh Limbachiyaa)ની પણ ડ્રગ્સ કેસમાં NCBએ મોડી રાતે ધરપકડ કરી લીધી છે. તેમના ઘરમાંથી 86.5 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. 

ભારતીની શનિવારે થઈ ધરપકડ
એનસીબીએ ખાર દાંડા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને અહીંથી 21 વર્ષના એક તસ્કરને દબોચ્યો હતો. તેની પાસેથી વિવિધ ડ્રગ્સ મળી આવી જેમાં 15 બ્લોટ એનએસડી કોમર્શિયલ ક્વોન્ટિટીમાં, 40  ગ્રામ ગાંજો અને નિટ્રાઝેપેમ સાઈકોટ્રોપિક દવાઓ સામેલ છે. ડ્રગ્સ તસ્કર પાસેથી મળેલી માહિતીના આધારે એનસીબીએ બે અન્ય જગ્યાએ દરોડા પાડ્યા જેમાં કોમેડિયન ભારતી સિંહની પ્રોડક્શન ઓફિસ અને તેનું ઘર પણ સામેલ હતા. આ બંને જગ્યાએથી એનસીબીને 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. 

NCB raided production office & house of Bharti Singh y'day & recovered 86.5 gms of Ganja from both places. Both of them accepted consumption of Ganja.

— ANI (@ANI) November 22, 2020

ડ્રગ પેડલરના મોબાઈલમાંથી મળી જાણકારી
એનસીબીના જણાવ્યા મુજબ ડ્રગ પેડલરના મોબાઈલમાંથી મળેલી જાણકારી બાદ ભારતી પર આ કાર્યવાહી કરાઈ. ભારતી સિંહ અને તેના પતિ હર્ષ બંનેએ ગાંજાના સેવનની વાત સ્વીકારી છે. ભારતીની NDPS એક્ટ 1986 હેઠળ ધરપકડ થઈ છે અને હવે તેના પતિની પણ એનસીબીએ ધરપકડ કરી લીધી છે. 

આજે કોર્ટમાં રજૂ કરાશે
કોમેડિયન ભારતી સિંહને ડ્રગ્સ કેસમાં આજે કોર્ટમાં રજુ કરાશે. ભારતી અને હર્ષ અનેક શોમાં એક સાથે જોવા મળે છે. એનસીબી જૂન મહિનામાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલીવુડમાં માદક પદાર્થોના કથિત ઉપયોગ અંગે તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news